સુરતમાં છેલ્લા થોડાક દિવસથી કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી રીતે ગુનેગારો ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવી હોમ ટાઉન ક્રાઇમ કેપિટલ બનતો હોય તેવી રીતે ગુનાખાોરી વધી રહી છે. સુરતમાં હત્યાઓના ગુનાઓમાં તોંતિગ ઉછાળો જોવા મળ્યો છે જેમાં થોડાક દિવસ સચિન હાઇવે પર થયેલી હત્યાનો ભેદ સુરત પોલીસે ઉકેલી પાડ્યો છે. જેમાં મિત્રએ જ મિત્રની હત્યા કર્યો હોવાનો અહેવાલો સામે આવી રહ્યા છે જેમાં મૃતક અને હત્યારા વચ્ચે જમવા જેવી સામાન્ય બાબતને લઇ ખુની ખેલ ખેલાયો હતો જયાં હત્યારા સાગરિતોએ મૃતક બોથડ પર્દાથના મારી ઢીમ ઢાળી દીધો હતો
જેમાં મૃતક અને હત્યારાઓ બંને ટ્રક ચાલક હતા જયાં હત્યારાઓ હત્યા કરી ટ્રક લઇને મહારાષ્ટ્ર નાસી છુટ્યા હતા જેમાં સુરતના પલાસાણ ખાતેથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો ઘટનાની જાણ સુરત પોલીસને મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા મૃતકના મોબાઇલ નંબરથી ટ્રકમાલિકને ફોન કરી સંપર્ક કર્યો હતો જેમાં મૃતક ટ્રકચાલક અનિલ કુમાર હોવાનું સામે આવ્યુ હતુ જે અંગે પોલીસે ટ્રક માલિકને પૂછપરછ કરતા મૃતક અનિલ ટ્રકમાં માલ ભરીને સુરતથી મહારાષ્ટ્ર ચાલીસગાવ જવા રવાનો થયો હતો જયાં પોલીસે સ્થાનિકોથી પૂછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે કોઇ બાબતને બે ટ્રકચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી ત્યાર બાદ મારામારી કરી હતી પોલીસે હત્યારા ટ્રક ડાઇવરનો પેગરુ જી પી એસ સિસ્ટમ આધારે મેળવી ચાલીસગાવ ખાતેથી હત્યાર ડ્રાઇવરને ઝડપી પાડ્યો હતો જયાં પોલીસે સઘન પૂછપરછ કરતા હત્યારા ડ્રાઇવરે હત્યા કરવાનું કબુલ્ય હતું પ્રાથમિક તપાસમાં સામે આવ્યો છે કે જમવાની સામાન્ય બાબતને લઇ માથકુટ થઇ હતી અને વાત હત્યા સુધી પહોચી હતી