મંગળવારે મોડી રાત્રે કોઈ અગમ્ય કારણ સબબ ગળે ફાંસો ખાઈ 33 વર્ષીય પરણિત યુવાન ડ્રાઈવર પો.કો.દિવ્યંત પરમારે કરી આત્મહત્યા. મૃતક ડાકોર પોલીસ લાઇનના બ્લોક -બી ,કવાટર્સ નંબર 203 માં રહેતો હતો જ્યાં પંખા ઉપર પ્લાસ્ટિકની દોરીથી આત્મહત્યા કરી હતી. મૃતક દિવ્યંત પરમાર ડાકોરના સેકન્ડ પો.સ.ઈ. પી.બી.ચૌહાણના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો.
આત્મહત્યા ની જાણ થતાં જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર પણ ડાકોર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. મૃતક પોલીસ કર્મચારી દિવ્યંત પરમારે સ્યુસાઇડ નોટ લખીને કરી છે આત્મહત્યા અને મૃતકના દેહને ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે. ડાકોર પોલીસે મૃતકના સગાવાહલા ને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.