મથુરા કોસીકલન હાઇવે પર બાથૈન ગેટ ચોકી પાસે એક ટ્રેક્ટર ચાલકે બેફામ અને બેદરકારીથી ટ્રેક્ટર ચલાવતા 12 વર્ષના અજાણ્યા બાળકને કચડી નાખ્યો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. લોકોને પોતાની તરફ આવતા જોઈ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર સ્થળ પર મુકીને નાસી ગયો હતો. માહિતી મળતાં પોલીસે બાળકની લાશનો કબજો મેળવી ટ્રેક્ટર ચાલકની શોધખોળ શરૂ કરી હતી અને ટ્રેક્ટર કબજે કર્યું હતું.
