કાનપુરની એક ખાનગી શાળામાં વિદ્યાર્થીનીઓ વચ્ચે ઝઘડાની ઘટના સામે આવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે અને તે ખૂબ જ ચર્ચામાં છે. વીડિયોમાં ત્રણ સ્ટુડન્ટ્સ સ્કૂલ યુનિફોર્મ પહેરીને ક્લાસરૂમની અંદર લડતી જોવા મળે છે.
આ વીડિયો સોશિયલ મીડિયાની વેબસાઈટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક જાણીતા વેરિફાઈડ ટ્વિટર એકાઉન્ટ પણ એવા લોકોમાં સામેલ છે જેઓ વીડિયો શેર કરી રહ્યા છે. વીડિયોમાં દેખાતી યુવતીઓની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. .
જોકે, ટ્વિટર યુઝર્સ આ વીડિયો જોઈને હસી પડ્યા છે.