ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લામાં 3 હજાર ટન સોનાનો ભંડાર હોવાની વાત જાણવા મળી છે, ત્યારથી દેશ જ નહી, પરંતુ વિદેશમાં પણ સોનભદ્ર ચર્ચાનો વિષય બની ગયુ છે. લોકો ત્યાં મળેલા અખૂટ સોનાના ભંડાર વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુક થઈ રહ્યા છે. જ્યાં એક તરફ સોનાનો ભંડાર મળવાથી ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશ ખૂબ જ ખુશ છે, તો બીજી તરફ ડરવનારી વાત છે કે, તે ખજાના પાછળ ઝેરીલા અને ખતરનાક સાપનો વસવાટ છે. આ સાંપ તે ખજાનાઓ પર કુંડલી મારીને બેઠા છે. ભૂ-વૈજ્ઞાનિકોએ સોનભદ્રમાં બે જગ્યાઓ પર સોનાનો ભંડાર હોવાની જાણકારી મળી છે. હવે જે જગ્યા પર સોનાની ખાણ હોવાની જાણ મળી છે, ત્યાં મોટી સંખ્યામાં ઝેરીલા સાંપો હોવાની હાજરી પણ સામે આવી રહી છે. આ સાંપ એક ફોજની જેમ જ ખજાનાની આસપાસ ખૂબ જ મોટી સંખ્યામાં છે. જણાવવામાં આવી રહ્યુ છે કે, આ જગ્યાએ દુનિયાના સૌથી ઝેરીલી પ્રજાતિના ત્રણ પ્રકારના સાંપોની સંખ્યા વધુ છે. સાંપોની આ ઝેરીલી પ્રજાતિમાં કિંગ કોબ્રા, કરૈત અને રસેલ વાઈપર મુખ્ય પ્રમાણાં હાજર છે. આ સાંપ સૌથી વધારે સોનભદ્રના સોન પહાડીના દુદ્ધી તહસીલના મહોલી વિઢમગંજ ચોપ બ્લોકમાં છે.
દુનિયાના સૌથી ઝેરીલા સાંપ તરીકે પ્રસિદ્ધ રસેલ વાઈપરની પ્રજાતિ સમગ્ર દેશમાં માત્ર સોનભદ્ર જિલ્લામાં જ મળી આવે છે. સોનાના ખજાનાની પાસે આ સાંપોની હાજરીને લઈને સોનભદ્ર જિલ્લા વન વિભાગના અધિકારીએ જણાવ્યુ કે, ખજાનો કાઢતા સમયે જ્યારે વન વિભાગ પાસેથી NOC પ્રમાણપત્ર લેવામાં આવે છે, તે સમયે જ સાચો આંકડો સામે આવી શકશે કે, ઝેરીલા સાંપોની સંખ્યા કેટલી છે. જો કે, સોનભદ્રના DFO એ જણાવ્યુ કે, આ પહેલા તે જગ્યા અને આસપાસના રસેલ વાઈપર, કિંગ કોબ્રા અને કરૈત જાતિના ઘણા સાંપ મળી ચૂક્યા છે. સોનાના અખૂટ ભંડારના સામે આવ્યા બાદ સરકારે ખાણોને લીઝ પર આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ખજાનાને ખનન કરવાની નિલામી પહેલા જિઓ ટૈગિંગ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે અને તે સમગ્ર વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ પણ કરવામાં આવી રહ્યુ છે. તે માટે રાજ્ય સરકારે પણ બે હેલિકોપ્ટરોની મદદ કરી હતી. હવાઈ સર્વેક્ષણનો હેતુ સુરક્ષાની સિવાય તે પણ છે કે, ક્યાંક સોનાનો ભંડારવાળી જમીન વનવિભાગની તો નથી ને. જો તેવુ થયુ તો, ત્યાં ખનન અને ખોદકામ પહેલા જેમને પણ નિલામી થકી આ કોન્ટ્રાક્ટ મળશે તેમને વન વિભાગ દ્વારા NOC લેવી પડશે.