નવી દિલ્હી : દેશના કેટલાક વિસ્તારોમાં 12 મેથી 15 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનોમાં, તમે ઓનલાઇન કન્ફ્રર્મ ટિકિટ પર મુસાફરી કરી શકશો. આજે એટલે કે 12 મેના રોજ રેલ્વેએ ઓર્ડર આપ્યો છે કે, મુસાફરી કરતા તમામ મુસાફરો માટે આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી ફરજિયાત છે. રેલવે મંત્રાલયે ટ્વીટ કર્યું છે કે, જેમના ફોન્સમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન નહીં હોય, તેમણે સ્ટેશન પર જ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને તે પછી જ તેમને ટ્રેનમાં જવાની મંજૂરી આપવામાં આવશે.
આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી મહત્વપૂર્ણ
આ પહેલા કેન્દ્ર સરકારે સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કાર્યરત કર્મચારીઓને આરોગ્ય સેતુ એપ્લિકેશનનો ઉપયોગ કરવો ફરજિયાત બનાવ્યો હતો. તમામ ઓર્ગેનાઈઝના વડાઓને પણ આ હુકમ 100 ટકા અનુસરવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રાલયે એમ પણ કહ્યું હતું કે, કોવિડ -19 કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોએ આરોગ્ય સેતુ મોબાઇલ એપનો ઉપયોગ કરવો જરૂરી છે. દેશમાં અત્યાર સુધીમાં લગભગ 9 કરોડ લોકોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.
Indian Railways is going to start few passenger trains services. It is mandatory for passengers to download Aarogya Setu app in their mobile phones, before commencing their journey
Download this app now –
Android : https://t.co/bpfHKNLHmD
IOS : https://t.co/aBvo2Uc1fQ pic.twitter.com/MRvP8QBVPU— Ministry of Railways (@RailMinIndia) May 11, 2020
એક અહેવાલ મુજબ, સરકારે સ્માર્ટફોન કંપનીઓને તેમના ફોન્સ પર આરોગ્ય સેતુ એપ્લિકેશનને પૂર્વ-સ્થાપિત કરવા પણ કહ્યું છે. જોકે હાલમાં સ્માર્ટફોનનું મેન્યુફેક્ચરિંગ બંધ છે, જેના કારણે તે શક્ય બનશે નહીં, પરંતુ ફોન્સનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થવાની ધારણા છે.
આપણે જણાવી દઈએ કે ભારત સરકારે કોરોના વાયરસ ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ માટે આયોગ્ય સેતુ એપ્લિકેશન શરૂ કરી હતી. નોંધનીય છે કે, આ એપ્લિકેશન સરકાર અને જનતાને કોરોના વાયરસના ચેપના ફેલાવાને રોકવામાં કેવી રીતે મદદ કરી રહી છે.