વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાનની અટકાયતમાંથી છુટ્યા બાદ પહેલીવાર યુદ્ધ વિમાન ઉડાડ્યું છે. મહત્વની વાત એ હતી કે અભિનંદનની સાથે ખુદ વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆ પણ સવાર હતાં. પઠાણકોટા એરબેઝ પરથી ઉડાન ભરી હતી . બંને મિગ-21 થોડા થોડા અંતરે ઉડી રહ્યાં હતાં. વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆ પણ મિગ-21 યુદ્ધ વિમાનના પાયલટ છે. તેમણે કારગિલ યુદ્ધમાં 17 સ્ક્વોર્ડનની કમાન સંભાળી વિમાનો ઉડાવ્યા હતાં.
બાલાકોટ એર સ્ટ્રાઈએક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વ્યાપેલા ભારે તણાવ દરમિયાન વિંગ કમાંડર અભિનંદન એક જાણીતો ચહેરો બની ગયા હતાં. અભિનંદન ભારત આવ્યા બાદ તેઓ ફરીવાર વિમાન ઉડાડી શકશે કે કેમ તેને લઈને ભારે સસ્પેન્સ હતું. જોકે, ધનોઆએ સ્પષ્ટ કર્યું હતું કે, મેડિકલ ફિટનેશ બાદ અભિનંદન ફરી એકવાર વિમાન ઉડાવી શકશે. ગત મહિને આઈએએફ બેંગલુરૂના ઈન્સ્ટિટ્યુટ ઓફ એરોસ્પેસ મેડિસિને અભિનંદન વર્તમાનને ફરી વિમાન ઉડાડવાની મંજૂરી આપી હતી. આ મંજૂરી મળી તે પહેલા તેમની ઉંડી મેડિકલ તપાસ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, 14 ફ્ફેબ્રુઆરીએ પુલાવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40થી વધારે જવાન શહીદ થયા હતાં. ભારતે તેનો બદલો પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરીને લીધો હતો. ભારતીય વાયુસેનાએ 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ઘુસીને યુદ્ધ વિમાન મિગ-21 બાઈસનથી પીછો કર્યો હતો અને એલઓસી પાર કરી પાકિસ્તાનના અધ્યતન યુદ્ધ વિમાન એફ-21ને તોડી પાડ્યું હ્તું.
જોકે આ દરમિયાન તેમનું યુદ્ધ વિમાન પણ ક્રેસ થઈ ગયું હ્તું અને તેઓ પેરાશુટથી નિચે ઉતર્યા હતાં. જોકે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઉતરતા જ તેમને પાકિસ્તાની સૈન્યએ પકડી લીધા હતાં. આ દરમિયાન પણ અભિનંદને અદમ્ય સાહસનો પરિચય આપ્યો હતો જેની આજે પણ દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. આ સાહદ બદલ તેમને સ્વતંત્રતા દિવસે વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.