ફિલ્મ અભિનેતા અને સાંસદ રવિ કિશનના ભાઈ રમેશ શુક્લાનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે.તેમણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.આ સાથે તેણે ભાઈ રમેશ શુક્લાની એક તસવીર પણ શેર કરી છે.
ફોટો શેર કરતા રવિ કિશને લખ્યું, ‘દુખદ સમાચાર..! આજે મારા મોટા ભાઈ શ્રી રમેશ શુક્લ જી નું દિલ્લીની AIIMS માં દુઃખદ અવસાન થયું છે.ઘણી કોશિશ કરી પણ મોટા ભાઈ ને બચાવી ના શક્યા,પિતા ના અવસાન પછી મોટા ભાઈ નું દુઃખ છે,મહાદેવ તમારા ચરણોમાં સ્થાન આપે.કોટી કોટી નમન l ઓમ. શાંતિ’ આ સાથે રવિ કિશને ભાઈ રમેશ શુક્લાની એક તસવીર પણ શેર કરી છે.તેમણે રાત્રે 12:16 કલાકે સોશિયલ મીડિયા પર તેના ભાઈના નિધનની માહિતી આપી છે.આ પછી તેના ભાઈને શ્રદ્ધાંજલિ આપવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.