આર્ટિકલ 370 હટાવ્યા પછી સતત ટ્રોલ થઇ રહેલા ગાયક અદનાન સામીએ પાકિસ્તાનના વલણ પર પ્રતિક્રિયા આપી છે. સામીએ પાકિસ્તાનના લોકો માટે જણાવ્યું કે, તેઓ પોતાના જીવનથી જ હતાશ છે અને જ્યારથી તેમને અહેસાસ થયો છે કે હું આ બધાથી આગળ નીકળી ગયો છું ત્યારથી તેઓ મારી પર તેમની ભડાસ કાઠી રહ્યા છે.
અદનાનને ટ્વિટર પર એક યૂઝરે સવાલ કર્યો હતો કે, પાકિસ્તાનીઓ તમારી ભારે ટીકા કરી રહ્યા છે, આ બધુ તમે કેવી રીતે સંભાળી રહ્યા છો?
જેના જવાબમાં સામીએ કહ્યું હતું કે, તેઓ પાયાથી જ અસહાય અને રાહ ભટકેલા અને જીવનથી હતાશ લોકો છે, તેઓ મારી પર તેમની ભડાસ કાઠી રહ્યા છે. હું તેમને માફ કરું છે અને પ્રાર્થના કરું છું કે, ભગવાન તેમના જીવનમાં સુધારો લાવે. તેઓ વાસ્તવમાં પીડિત છે.
સામીએ ટ્વિટમાં જણાવ્યું હતું કે, હું પાકિસ્તાની લોકોના વિરોધમાં નથી. હું તે બધાને પ્રેમ કરું છું અને તેમનો આદર કરું છું. જે મને પ્રેમ કરે છે. હું આતંકવાદ અને પાકિસ્તાની આર્મીનો વિરોધી છું. જે તેના બંને પડોસીઓને યુદ્ધ માટે ઉકસાવી રહ્યા છે અને લોકતંત્રનો વિનાશ કરી રહ્યા છે. તેઓ પાકિસ્તાનના લોકોની માનસિકતાનો નષ્ટ કરી રહ્યા છે.
નોંધનીય છે કે, અદનાન સામીનો જન્મ બ્રિટનમાં થયો હતો, તેઓ પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગિરક હતા જે પછી વર્ષ 2016માં તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી.