ભારતમાં બૅન હોવા છતા સીક્રેટ તરીકે પોર્ન વેબસાઈટ્સ બેફામ ચાલી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યૂનિકેશન્સની કડકાઈ બાદ પણ દેશભરમાં કરોડો સ્માર્ટફોન્સ અને કંપ્યૂટર પર કોઈ પણ પ્રકારના ડર વગર પોર્ન બેફામ દેશમાં જોવાઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે દુનિયાની બે પ્રખ્યાત પોર્ન વેબસાઈટ RedTube અને PornHub ભારતમાં આસાનીથી ખૂલી રહી છે. એ સામે આવ્યું છે કે આ વેબસાઈટ્સને એક્સેસ કરવા માટે બેન બાઈપાસ કરવાની પણ જરૂરીયાત નથી પડી રહી.
સ્માર્ટફોન્સ અને કંપ્યૂટર પર PornHub અત્યારે .orgની સાથે ખૂલી રહ્યું છે. તો રેડટ્યૂબને .netની સાથે એક્સેસ કરવામાં આવી શકે છે. ભારત સરકારે શરૂઆતમાં .com ડોમેઈનની સાથે ખુલનાર પોર્ન વેબસાઈટ્સને બેન કરવામાં આવી હતી. બેનના કેટલાંક દિવસો પછી બીજી સાઈટ્સે બીજો રસ્તો કાઢ્યો છે.
હવે પોર્ન વેબસાઈટ્સ .comને છોડી .org કે .net દ્વારા ખુલી રહી છે. આ સિવાય બ્લોક્ડ વેબસાઈટ્સને એક્સેસ કરવા માટે વર્ચુઅલ પ્રાઈવેટ નેટવર્ક, બીજા બ્રાઉજર્સ, પ્રોક્સી જેવી રીત પણ અપનાવે છે.