Advisory for Indian Nationals: લેબનોનના બેરૂતમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે. દૂતાવાસે સત્તાવાર ‘એક્સ’ હેન્ડલ દ્વારા કહ્યું છે કે તાજેતરના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને, તમામ ભારતીય નાગરિકોએ લેબનોનની મુસાફરી કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ. લેબનોન આવતા પહેલા, ભારતીયોને સલાહ આપવામાં આવે છે
Advisory for Indian Nationals ઈમેલ આઈડી- [email protected] અથવા ઈમરજન્સી ફોન નંબર +96176860128 દ્વારા બેરુતમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહે.
Advisory for Indian Nationals. pic.twitter.com/SuFyv23dhq
— India in Lebanon (@IndiaInLebanon) July 29, 2024
લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે ગયા રવિવારે ગોલાન હાઇટ્સ નામના ફૂટબોલ ગ્રાઉન્ડ પર મિસાઇલ હુમલો કર્યો હતો. આ હુમલામાં 12 બાળકો સહિત કુલ 13 લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે મોટા યુદ્ધની શક્યતા છે.
ઇઝરાયલી મીડિયાએ દાવો કર્યો હતો કે હિઝબુલ્લાહ આતંકવાદી જૂથ દ્વારા
રોકેટ લેબનોનથી છોડવામાં આવ્યું હતું, જ્યારે હિઝબુલ્લાએ શનિવારે સાંજે હુમલામાં કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે શિયા જૂથને “આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી.” એક નિવેદનમાં જણાવ્યું હતું કે IDFના મૂલ્યાંકન અને અમને ઉપલબ્ધ ગુપ્ત માહિતીને પગલે, મજદલ શમ્સ પર રોકેટ ફાયર હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવ્યું હતું.