બેંગ્લુરુમાં ચાલી રહેલા એરો ઈન્ડીયા-2019ના શોમાં આગની ઘટના બની છે. પ્રોગ્રામના સ્થળ પર પાર્કીંગ ઝોનમાં ઉભેલી કારો સહિત અન્ય વાહનો પણ આગની ઝપટમાં આવી ગયા છે. ચારે તરફ અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
માહિતી મુજબ એરો ઈન્ડીયાના શોના પાર્કીંગ-5માં સૂકા ઘાસના કારણે અગમ્ય કારણોસર આગ લાગી છે. પળવારમાં આગે કારો ઉપરાંત અન્ય વાહનોને પણ ઝપટમાં લઈ લીધા છે.
ફાયર બ્રિગેડના જણાવ્યાનુસાર આગ ભીષણ છે. લગભગ 80થી 100 જેટલી કારો આગની ઝપટમાં આવી ગઈ છે અને આગ હજુ પણ કાબૂમાં આવી નથી.