ઝારખંડમાં જેએમએમ, કોંગ્રેસ અને આરજેડીના ગઠબંધનને બહુમત મળ્યા બાદ શપથગ્રહણ સમારોહમાં કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓને નિમંત્રણ અપાયુ છે. આ દરમિયાન વિપક્ષના નેતાઓનો જમાવડો થશે ત્યાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આ યાદીમાં સામેલ છે પરંતુ રાંચીમાં થનાર હેમંત સોરેનના શપથગ્રહણ સમારોહમાં ઉદ્ધવ સામેલ થશે નહીં. હેમંત સોરેને ઉદ્ધવ ઠાકરેને શપથગ્રહણ સમારોહમાં બોલાવ્યા પરંતુ ઠાકરેએ ન જવાનો નિર્ણય કર્યો છે. માનવામાં આવે છે કે ઝારખંડમાં શપથગ્રહણ સમારોહના બહાને વિપક્ષી એકતાનું પ્રદર્શન કરવામાં આવશે. આટલુ જ નહીં, એનસીપી અધ્યક્ષ શરદ પવાર પણ આ શપથગ્રહણ સમારોહમાં સામેલ થશે નહીં. શરદ પવારનું આજે પનવેલમાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ છે, જેમાં તેઓ હાજર રહેવાના છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ શપથગ્રહણ સમારોહમાં સામેલ થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ રાંચીમાં થઈ રહેલા આ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે.રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂ રાંચીના મોરહાબાદી મેદાનમાં આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં ઝામુમોના ધારાસભ્ય દળના નેતા હેમંત સોરેનને મુખ્યમંત્રી પદના શપથ અપાવશે. સૂત્રોનું કહેવુ છે કે 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ બાદ એટલે ખરમાસ સમાપ્ત થઈ જવા બાદ ઝારખંડ મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવશે.