વાપીના મોટા શહેરોમાં તબીબો રોબટથી સર્જરી કરી રહ્યાં છે. ધીમે-ધીમે હવે નાના શહેરોમાં પણ ટેકનિકનો ઉપયોગ થઇ રહ્યો છે. વાપીના ટ્વેન્ટી ફર્સ્ટ સેંચુરી કેન્સર કેરમાં રોબટથી દર્દીઓની સર્જરી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી કનુભાઇ દેસાઇની હાજરીમાં આ સુવિધા શરૂ કરવામાં આવી હતી.
ડો.અક્ષય નાડકર્ણીએ જણાવ્યું હતું કે જિલ્લાની પ્રથમ વિશિષ્ટ રોબોટિક સર્જરી લેપ્રોસ્કોપીની સર્જરીમાં અમુક મર્યાદાઓ હોય છે.જેમ કે દ્વિ પરિમાણીય ઇમેજિંગ ,ગતિની મર્યાદિત શ્રેણી,સાધનો વગેરે.આ ખામીઓને ઘટાડવાના નાના ઉકેલ તરીકે રોબોટિક સર્જરી પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે છે.
રોબોટિક સિસ્ટમ્સમાં 3 ડી ઇમેજિંગ અને આર્ટિકયુલેટેડ ટૂલ્સ હોય છે. આ અઘત્તન સાધનો સાથે રોબોટિક સર્જરી પરંપરાગત લેપ્રોસ્કોપિક સર્જરી કરતાં શ્રેષ્ઠ છે. અને દર્દીઓને ઘણા લાભો આપે છે. જેમાં ટુકા સમય માટે હોસ્પિટલમાં દાખલ થવું,સામાન્ય પ્રવૃતિઓમાં ઝડપથી પાછા ફરવા સાછે ઓછો દુ:ખાવો અને ઝડપી પુન: પ્રાપ્તિ,નાના ચીરા,પરિણામે ચેપનું જોખમ ઘટે છે.
શરીર પર ઓછામાં ઓછા ડાઘ,રોબોટિક સર્જરીમાં જૈવિક રીતે માનવ હાથની નકલ કરીને વર્સિસ રોબોટિક સિસ્ટમનાનો હેતુ સર્જનોને ન્યૂનત્તમ જોખમ સાથે સર્જરી કરવામાં મદદ કરવાનો છે. તણાવ અને થાક ઘટાડવાનો પણ છે.