કોરોના વચ્ચે ભારતીય રેલવેએ આજે 167 વર્ષ પૂર્ણ કર્યા છે. 16 એપ્રિલ, 1853ના રોજ મુંબઈના બોરીબંદરથી થાણે સુધી સૌ પ્રથમ વખત ભારતીય ટ્રેન દોડી હતી. આજે 167 વર્ષ પૂર્ણ કરી ચૂકેલી ભારતીય રેલવે તેના સમગ્ર ઈતિહાસમાં પહેલી જ વાર લોકડાઉનના પગલે 40 દિવસ સુધી બંધ રહેવાની છે. ભારતીય અર્થતંત્રની રેલવેના પૈડા થંભી જવાથી જનજીવન ઉપરાંત આર્થિક ગતિવિધિને પણ બહુ જ મોટો ફટકો પડી રહ્યો છે. કોરોના મહાસંકટમાં પહેલી જ વાર પેસેન્જર ટ્રેન બંધ કરવાની ફરજ પડી છે, જે લગાતાર 40 દિવસ સુધી બંધ રહેવાની છે.