દિયર સાથે અવૈધ સંબંધના કારણે મહિલાએ પહેલા પોતાના પતિની હત્યા કરી અને પછી અનેક દિવસ સુધી લાશ સાથે ઘરમાં રહી. હત્યાનો આ સનસનીખેજ કેસ અરવલ જિલ્લાથી જોડાયેલો છે. સકરી ગામમાં પતિની હત્યા પછી પત્નીની લાશને પોતાના જ ઘરમાં બંધ રૂમમાં છોડી દીધો વળી પુરવા નષ્ટ કરવા માટે પત્નીએ અનેક પેતરા પણ રચ્યા.એટલું જ નહીં ઘટનાના એક સપ્તાહ પૂર્વ જ તેણે સિવિલ કોર્ટમાં પોતાના પતિના સુસાઇડ મામલે અરજી પણ કરી હતી. જેથી આ પ્રકારની ઘટનામાં તેને ફાયદો મળી શકે. જ્યારે ઘટના સામે આવી તો પત્ની પતિના શબ સામે વિલાપ કરવા લાગી જેથી પોલીસ કે લોકોને શંકાના જાય. જો કે બધુ જ બરાબર જ ચાલી રહ્યું હતું. પણ મોબાઇલ ફોનની કોલ ડિટેલ્સે પોલીસના મનમાં શંકા જગાવી અને ભાંડો ફૂટી ગયો.
મહિલાનો જે દિયર સાથે સંબંધ હતો તે અસમ રાઇફલમાં કામ કરે છે. અનેક વર્ષોથી તેમનો આ અવૈધ સંબંધ ચાલતો હતો. અને આ કારણે જ તેણે પતિની હત્યા કરી લીધી. હત્યા પછી આરોપીએ લાશને ઠેકાણે રાખવા ઘરમાં જ લાશ રાખી હતી. પણ ગ્રામીણ લોકોને સૂચના મળતા તેમણે પોલીસને જણાવ્યું અને સડેલી લાશ મળી આવી.જો કે મૃતક વિનોદ સિંહની મોત પછી તેની બહેન ગાયત્રીએ પોલીસ સ્ટેશનમાં ભાભી દીયરના અવૈઘ સંબંધ અને સંપત્તિની લાલચનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી. અને ફોનની ડિટેલ્સ ચેક કરતા વાત સાચી સાબિત થઇ. અને સમગ્ર ભાંડો ફૂટ્યો.