રિલાયન્સ જિયોમાંથી કોઈ અન્ય નેટવર્ક પર કોલ કરવા પર હવે કંપની ઇંટરકનેક્ટ યુસેજ ચાર્જ (આઇયુસી) લેશે. રિલાયન્સ જિયોએ બુધવારે તેની જાહેરાત કરી તેમજ તેના પછીના દિવસે એટલે કે ગુરુવારે વોડાફોન આઈડિયા લિમિટેડ (વીઆઇએલ) એ આઈયુસીને લઇને મોટી જાહેરાત કરી છે. વોડાફોન-આઇડિયાએ કહ્યું છે કે તે તેના કસ્ટમર્સથી બીજા નેટવર્ક પર કોલ કરવા માટે અલગ કોઈ ચાર્જ (IUC) લેશે નહીં. કંપનીએ ટ્વિટ કરી આ વિશેની માહિતી આપી છે.
વોડાફોન-આઇડિયાએ કહ્યું છે કે તે પોતાના ગ્રાહકોને કોઈ વધારાનો બોજ આપવા માગતી નથી. કે ગ્રાહકને દરેક વખતે કોલ કરતા સમયે વિચારવું પડે કે ઓન-નેટ (વોડાફોન આઇડિયાથી વોડાફોન આઇડિયા) કોલ કરીએ અથવા ઓફ નેટ (વોડાફોન આઇડિયાથી અન્ય નેટવર્ક) પર કોલ કરીએ.
ઉલ્લેખનિય છે કે રિલાયન્સ જિયોથી બાકી ટેલિકોમ નેટવર્ક્સ પર કોલિંગ હવે ફ્રી થઇ રહ્યા નથી. અને તેની સાથે જોડાયેલ મોટા એનાઉન્સમેન્ટ કંપનીની તરફથી કરાયા છે. જિયો યુઝર્સના બાકી નેટવર્કસ પર કોલ કરવા માટે 6 પૈસા પ્રતિ મિનિટના દરથી ચૂકવવા પડશે.
જિયોની તરફથી અત્યાર સુધી યુઝર્સને ડેટા માટે જ રિચાર્જ કરાવું પડતું હતું, જેમાં એસએમએસ અને અનલિમિટેડ વોઇસ કોલિંગ યુઝર્સને ફ્રીમાં મળતો હતો. હવે જિયો પાસેથી બાકી નેટવર્ક્સ પર કોલિંગ માટે તમારે અલગથી IUC ટોપ-અપ રીચાર્જ કરાવું પડશે.