દિલ્હી-એનસીઆલ સહિત પૂર્વોતર રાજયો અને દક્ષિણ ભારતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વિવિધ રાજયોમાં થયેલી જાનહાનીની સંખ્યા ૫૦ ઉપર પહોંચી છે. જયારે ૭૨થી વધુના મોત થયા છે. મૃતકોની સંખ્યા વધે તેવી સંભાવના છે. રાજસ્થાનના ચાર જિલ્લામાં બંવડરના કારણે કુલ ૨૦ લોકોના મોત થયા છે. ભરતપુરમાં ૧૦, ધૌલપુરમાં ૬, અલવરમાં ૩ અને ઝુંઝુનુંમાં એક વ્યકિતનું મોત થયું છે. આ વિસ્તારોમાં મોડી રાતે સુધી વીજળી પણ નહતી. ગત સાંજે અંદાજે ૬ વાગે શરૂ થયેલા આ બવંડરની સ્પીડ ૧૦૦ કિમી પ્રતિ કલાકની હતા. આ ઘટનામાં અંદાજે ૧૦૦ જેટલા લોકો ઘાયલ થયા છે. આગ્રા મંડળમાં ગત મોડી રાતે આવેલા વાવાઝોડાના કારણે ગ્રામીણ વિસ્તારો ખૂબ પ્રભાવિત થયા છે. અહીં વાવાઝોડા અને વરસાદના કારણે અંદાજે ૨૪ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. અહીં આવેલા વાવાઝોડાની સ્પીડ ૧૩૨ કિમી પ્રતિ કલાકની નોંધવામાં આવી છે. આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ૧૩ લોકોના મોત થયા છે જયારે પાંચ લોકો ગુમ થઈ ગયા છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં વીજળીના કારણે દિવાલ પડવાથી બે અલગ અલગ જગ્યાએ કુલ ચાર લોકોના મોત થયા છે. કમોસમી વાવાઝોડા અને વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ઘણાં વિસ્તારોમાં પાકને ઘણું નુકસાન થયું છે. આ સિવાય ઘણી જગ્યાએ ગોડાઉન અને ખેતરમાં રહેલા અનાજ પણ વરસાદના કારણે ભીના થઈ ગયા છે. ગઈકાલે દિલ્હી-એનસીઆર સહિત ઉત્ત્।ર ભારતના ઘણાં રાજયોમાં વાવાઝોડા અને વરસાદના કારણે અંધારૂ છવાઈ ગયું હતું. થોડી વાર સુધી આકાશમાં ધૂળ સિવાય કઈ દેખાતું જ નહતું. લુધિયાણા સહિત ઘણાં શહેરોમાં દિવસે પણ અંધારૂ છવાઈ ગયું હતું અને રોડ-રસ્તાની સ્ટ્રીટ લાઈટો કરવી પડી હતી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.