આગ્રા : ઉત્તર પ્રદેશના આગ્રામાં કાર સવાર અસામાજિક તત્વોએ મુસાફરોની બસને હાઈજેક કરી ડ્રાઇવર-કંડક્ટરને બંધક બનાવ્યા હતા. બસમાં મુસાફરો પણ હતા. હજુ સુધી બસનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે બસની શોધ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઘટના મલપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના દક્ષિણ બાયપાસ પર મોડી રાત્રે બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર શખ્સોએ બસને અટકાવી હતી. આ પછી, ડ્રાઇવર-કંડક્ટરને બંધક બનાવ્યા હતા અને બદમાશોની ટીમ પૈકી એક શખ્સે બસ ચલાવી અજાણી જગ્યાએ લઇ ગયા હતા. બસમાં ઘણા મુસાફરો સવાર હતા. હાલ બસની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, બસમાં 34 મુસાફરો છે. બદમાશોએ ડ્રાઇવર અને કંડક્ટરને હાઇવે પર ઉતારી દીધા છે. આ પછી ડ્રાઇવર અને કંડકટરે પોલીસને જાણ કરી હતી.આ માહિતી બાદ પોલીસ વિભાગમાં હલચલ મચી ગઈ છે. તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બસની તલાશી લેવામાં આવી રહી છે.
ડ્રાઈવર અને કંડકટરે પોલીસ અધિકારીઓને કહ્યું કે ત્યાં ચાર લોકો છે, જેમણે પોતાને ફાઇનાન્સ કંપનીના કર્મચારી ગણાવ્યા હતા. કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બસ માલિકે હપ્તો ચૂકવ્યો ન હતો, ત્યારબાદ ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ ડ્રાઇવર અને કંડક્ટર તેમજ મુસાફરો ભરેલી બસ લઈ ગયા હતા.
હાલ પોલીસ બસની શોધ કરી રહી છે. મધ્યપ્રદેશ પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. હાલમાં પોલીસ સચોટ રીતે કહી શકતી નથી કે બસ લઈ જનાર અસામાજિક તત્વો ફાઇનાન્સ કંપનીના જ કર્મચારી છે.