રાજ્યસભાએ કૃષિ સંબંધિત બે બિલ ધ્વની મત દ્વારા પસાર કર્યા છે. આ પછી રાજ્યસભાની કાર્યવાહી સોમવારે સવારે 9 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે. ઉપલા ગૃહમા વિપક્ષે બિલ અંગે ઘણો હોબાળો મચાવ્યો હતો અને નારા લગાવ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને ડેપ્યુટી ચેરમેન સમક્ષ રૂલ બુક ફાડી નાખી. જ્યારે કોંગ્રેસ અને આપના સાંસદો વેલમાં પહોંચ્યા. એટલું જ નહીં સાંસદોએ બેઠકો સામે લાગેલા માઇક તોડી નાખ્યા હતા. ચર્ચા દરમિયાન કોંગ્રેસે આ બિલને ખેડૂતોના ડેથ વોરંટ પર હસ્તાક્ષર કરવાનું જણાવ્યું હતું
રાજ્યસભામાં ભારે હોબાળો વચ્ચે બિલ પસાર થવાના મામલે વિરોધી પક્ષો દ્વારા આકરી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે,
“બાહુબલી મોદી સરકારે બળજબરીથી ખેડૂત બિલ પસાર કરી દીધું છે. આના કરતાં કાળો દિવસ કશું હોઈ શકે નહીં. દેશનો ખેડૂત ક્યારેય પણ મોદી સરકારને માફ નહીં કરે.”
રાજ્યસભામાં કૃષિ 2020 પર (Agriculture Bill 2020) ચર્ચા દરમિયાન ગૃહમાં ભારે હંગામો થયો. વિપક્ષી પાર્ટીઓના નેતા વેલ પર આવી નારેબાજી કરી અને ઉપ-સભાપતિ પાસે ફાટેલા કાગળ ઉછાળ્યા. આ દરમિયાન ઉપ-સભાપતિ પાસે હાજર માર્શલોએ તેમને રોક્યો તો ત્યાં ઝપાઝપી થઇ ગઇ. ઝપાઝપ દરમિયાન જ ઉપસભાપતિ સામેવાળો માઇક પણ ટૂટી ગયો.