એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અગસ્તા વેસ્ટ લેન્ડ કેસમાં સહ-આરોપી ગૌતમ ખેતનની બ્લેક મની એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. શુક્રવારે ખેતાનને પકડી લેવામાં આવ્યો હતો. વકીલ ગૌતમ ખેતાન વિરુદ્વ ગેરકાયદે વિદેશમાં ખાતા ઓપરેટ કરવાનો આરોપ છે. તેને દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પાછલા અઠવાડિયા દરમિયાન આવકવેરા વિભાગે દિલ્હી એનસીઆરમાં ગૌતમ ખેતાનની કેટલીક પ્રોપર્ટી પર દરોડા પાડ્યા હતા. ખેતાનનું નામ ઈડી અને સીબીઆઈની ચાર્જસીટમાં દાખલ થયેલું છે. 2014માંના સપ્ટેમ્બર મહિનામાં પણ ખેતાનની ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરી 2015માં ખેતાનનો જામીન પર છૂટકારો થયો હતો. ત્યાર બાદ 2016માં સીબીઆઈએ ખેતાન અને સંજીવ ત્યાગીની ફરીવાર ધરપકડ કરી હતી.