ઉત્તરપ્રદેશ માં મનીષા વાલ્મિકી નામની છોકરી ઉપર થયેલ ગેંગરેપ અને ગેંગરેપ બાદ છોકરી ની જીભ કાપી નાખી તથા તેની રીડ ની હડી તોડી નાખવામાં આવી હતી.ત્યારબાદ 13 દિવસ સુધી હોસ્પિટલ માં મોત સામે જંગ લડી રહેલી 19 વર્ષીય દીકરીએ ગઈકાલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.
આજ રોજ અમદાવાદ શહેર એન.એસ.યુ.આઈ. મહામંત્રી પાર્થ દેસાઈ અને અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખ શશીકાંત પટેલ ની હાજરીમાં અનેક કાર્યકરો સાથે દીકરી અને તેના પરિવાર ને ન્યાય મળે તે માટે ગુજરાત યુનિવર્સીટી ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.