મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાની એક હોસ્પિટલના ICUમાં આગ લાગવાને કારણે 10 કોવિડ પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર ભોસલેએ જણાવ્યું કે અહમદનગર જિલ્લા હોસ્પિટલમાં આગની ઘટનામાં કુલ 10 લોકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર આગના સમયે આઈસીયુ વોર્ડમાં કુલ 20 દર્દીઓ સારવાર હેઠળ હતા. આગની માહિતી મળતા જ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ નર્સો, વોર્ડ બોય અને ડોકટરોની મદદથી દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવા લાગ્યા.
આ સમાચાર લખાય છે ત્યાં સુધી આગનું કારણ જાણી શકાયું નથી. ICU વોર્ડમાં લાગેલી આગએ થોડી જ ક્ષણોમાં સમગ્ર વોર્ડને લપેટમાં લઈ લીધો હતો. ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. રાહત અને બચાવ કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અહમદનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અહમદનગરના ધારાસભ્ય સંગ્રામ જગતાપ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સંગ્રામ જગતાપે એમ પણ કહ્યું કે આગના કારણની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે હોસ્પિટલનું ફાયર ઓડિટ થયું કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ.
Maharashtra | A total of 10 people died in a fire incident at Ahmednagar District Hospital, said District Collector Rajendra Bhosale pic.twitter.com/zrUnAMKNMj
— ANI (@ANI) November 6, 2021