AIIMS: ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ‘AIIMS’માં આગ લાગવાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આગ લાગ્યા બાદ તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. એમ્સના સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે એન્ડોસ્કોપી રૂમમાં આગ લાગી હતી. આગના કારણે AIIMS બિલ્ડીંગમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ‘AIIMS’માં સોમવારે સવારે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. AIIMS સાથે સંકળાયેલા સૂત્રો હજુ એ કહી શક્યા નથી કે આગ કેવી રીતે લાગી. દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ બાદ અફડાતફડી મચી ગઈ હતી. જોકે તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. એઈમ્સના સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આગ એન્ડોસ્કોપી રૂમમાં લાગી હતી. આગના કારણે AIIMS બિલ્ડીંગમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. બિલ્ડિંગના ચોક્કસ રૂમમાંથી નીકળતા ધુમાડાએ હોસ્પિટલ પ્રશાસનને મુશ્કેલીમાં મૂકી દીધું હતું.
દરમિયાન આગની જાણ થતાં જ ફાયર વિભાગના ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. દિલ્હી ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે 6થી વધુ ફાયર ફાઈટરને મોકલવામાં આવ્યા હતા.એઈમ્સ બિલ્ડિંગના બીજા માળે આગ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.આ દરમિયાન સમગ્ર વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો. સમાચાર મળ્યા ત્યાં સુધી ફાયરના જવાનો આગ ઓલવવામાં રોકાયેલા હતા.