નવી દિલ્હી: દેશમાં કોરોનાએ સ્થિતિ દયનિય બનાવી છે લોકો ઓક્સીનના અભાવે ટપોટપ મરી રહ્યા છે. દેશની સંકટની ઘડીમાં દેશની વાયુસેનાઓ મોરચો સંભાળ્યો છે. લોકોને ઓક્સીન પહોંચાડવા માટે વાયુસેનાએ એરલિફ્ટિંગ શરૂ કર્યું છે. સરકારની મદદ માટે વાયુસેનાએ મોરચો સંભાળતા ઑક્સીજન ટેન્કરોનું એરલિફ્ટિંગ શરૂ કર્યું છે. આ સાથે જ ઑક્સીજન કન્ટેનર, સિલિન્ડર, જરૂરી દવા, સાધનો અને સ્વાસ્થ્યકર્મીઓને એક જગ્યાએથી બીજે પહોંચાડવામાં આવી રહ્યા છે.
ભારતીય વાયુસેનાના સી-17 અને આઈએલ-76 વિમાનો દેશ આખાના સ્ટેશનો પર ઑક્સીજનના ટેન્કરોનું એરલિફ્ટિંગ શરૂ કરી દીધું છે. આનાથી જે જે જગ્યા પર ઑક્સીજનની અછત છે ત્યાં ઑક્સીજન ખૂબ સરળતાથી પહોંચાડી શકાશે.
ઉલ્લેખનીય છે કે હાલ દેશ મેડિકલ ગ્રેડ ઑક્સીજનની અછતનો સામનો કરી રહ્યું છે. દેશની અનેક હૉસ્પિટલોમાં ઑક્સીજનની અછતને પગલે કટોકટી જેવી સ્થિતિ છે. અનેક હૉસ્પિટલોમાં દર્દીઓ ઑક્સીજન વગર દમ તોડી રહ્યા છે.
એક દિવસ પહેલા વાયુસેનાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “કોવિડ-9 સામેની લડાઈમાં વાયુસેનાનું પરિવહન દળ મદદ કરી રહ્યું છે. દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓ તેમજ કોવિડ હૉસ્પિટલોના નિર્માણ માટે તેઓ આરોગ્યકર્મીઓ, ઉપકરણ અને દવાઓને એરલિફ્ટ કરી રહ્યા છે.”
દેશમાં કોરોનાની ગંભીર સ્થિતિને પગલે વડાપ્રધાન મોદી શુક્રવારે ત્રણ મહત્ત્વની બેઠક કરવા જઈ રહ્યા છે. નવ વાગ્યે તેઓ અધિકારીઓ અને મંત્રીઓ સાથે વાતચીત કરશે. જે બાદમાં 10 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. જે બાદમાં 12.30 વાગ્યે પીએમ મોદી ઑક્સીજનનું ઉત્પાદન કરતી કંપનીઓ સાથે બેઠક કરશે. પીએમ મોદીની બેઠક બાદ કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે.