કેરળ : કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોમાંથી એક કોરોના પોઝિટિવ હતો. 7 ઓગસ્ટ, શુક્રવારે સાંજે આ અકસ્માતમાં બે પાયલોટ સહિત 18 લોકોનાં મોત નીપજ્યાં હતાં. વંદે ઇન્ડિયા મિશન અંતર્ગત દુબઇથી કોઝિકોડ તરફ આવતું વિમાન રનવે પર ક્રેશ થયું હતું, આ અકસ્માત સર્જાયો હતો. કોરોના ટેસ્ટમાં એક મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વિમાન દુર્ઘટના સંદર્ભે તપાસ ચાલી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરી અને વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન ઉપરાંત કેરળના મુખ્યમંત્રી પી.વિજયન અને રાજ્યપાલ આરીફ મોહમ્મ્દ ખાન ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટ વચ્ચે એર ઇન્ડિયા એક્સપ્રેસ એએક્સબી 1344, બોઇંગ 737 દુબઇથી ભારત મિશન અંતર્ગત કોઝિકોડ આવી રહી હતી. કેરળમાં શુક્રવારે ભારે વરસાદ પડ્યો હતો. વિમાન દુબઈથી 184 મુસાફરો અને ક્રૂના 6 સભ્યો સાથે કોઝિકોડ પહોંચ્યું હતું.