કાર્મિગ વિભાગે રાતો-રાત AIR INDIA ના ડઝનો પાયલટોની નોકરી છીનવી લીધી છે. પાયલટો સિવાય ઘણા ક્રૂ મેમ્બર્સના કોન્ટ્રેક્ટ પણ રિન્યૂ ન કરી તેમને પણ બહારનો રસ્તો દેખાડી દીધો છે. પાયલટોનો આરોપ છે કે, કાર્મિક વિભાગ તરફથી કરવામાં આવેલ આ કાર્યવાહી ગેર-કાયદેસર છે. તેમણે આ મુદ્દા પર એર ઈંડિયા પ્રબંધનથી હસ્તક્ષેપની માગ કરી છે. ઈંડિયન કોમર્શિયલ પાયલટ્સ એસોસિએશન (ICPA)એ AIR INDIA ના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેષન રાજીવ બંસલને આ વિશે એક પત્ર લખ્યો છે.
પાયલટના સંગઠને એર ઈંડિયાના સીએમડીને પત્ર લખી જણાવ્યુ છે કે, છેલ્લા વર્ષે રાજીનામુ આપ્યા બાદ 6 મહિનાના નોટિસ પીરિયડની વચ્ચે પરત લેવામાં આવેલ પાયલટોને ગુરુવાર રાત્રે 10 વાગ્યા સુધી અચનાક સેવામુક્ત કરી દેવામાં આવ્યા છે. પાયલટોનો આરોપ છે કે, ક્રૂને તેમના રાજીનામાની સ્વીકૃતિ અને ત્યારબાદના નોટિસ પિરિયડ વિશે સૂચિત કરવામાં આવ્યા નથી. કાર્યાલાય 13 ઓગષ્ટના રોજ બંધ થયા બાદ આ પાયલટોની સેવાઓ પણ બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ પણ એક પાયલટની 14 ઓગષ્ટના રોજ AI804/506ને સંચાલિત કરવાની ડ્યૂટી લગાવવામાં આવી છે. જોકે, આ ફ્લાઈટ્સને ઉડાવનાર પાયલટ 13 ઓગષ્ટ બાદ ટેકનિકલ રૂપથી એર ઈંડિયાના કર્મચારી રહ્યા નથી.
ICPA એ કહ્યું છે, કે સેવાઓ સમાપ્ત થયા બાદ ફ્લાઇટ ડ્યૂટી લાદવી સુરક્ષાને લઈને હાસ્યાસ્પદ અને ગંભીર ઉલ્લંઘનનો વિષય છે. ICPAએ યાદ અપાવ્યુ કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એર ઈન્ડિયાએ વિશ્વાસ અપાવ્યો હતો કે, અન્ય એરલાઈન્સના ઉલટ એર ઈંડિયા પોતાના કોઈપણ કર્મચારીને કાઢશે નહી. એસોસિએશને એમ પણ કહ્યું છે કે, રાતો-રાત ટર્મિનેશન લેટર જાહેર કરવો એર ઈંડિયાના ઓપરેશન મેન્યુઅલ અને સેવાના નિયમોની વિરુદ્ધ છે. પાઇલટ્સને હટાવતા પહેલા કર્મચારી વિભાગે કાર્યવાહીનું યોગ્ય પાલન કર્યું નથી.