Air India અમદાવાદ દુર્ઘટના પછી બીજી મોટી ઘટના, પાયલટ્સને ફરજ પરથી હટાવાયા, ઓડિટ શરૂ
Air India 14 જૂન 2025ના રોજ એર ઇન્ડિયાની બોઇંગ 777 વિમાન (AI-187) ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી વિયેના જવા ટેકઓફ લીધા પછી માત્ર થોડી જ મિનિટોમાં 900 ફૂટ સુધી નીચે પડ્યું હતું. ફ્લાઇટના પાયલટ્સે સ્ટોલની ચેતવણી મળી ત્યારબાદ સમયસૂચક પગલાં લઈ વિમાનને સ્થિર કર્યું અને નવ કલાક પછી વિયેનામાં સુરક્ષિત લૅન્ડિંગ થયું.
અમદાવાદમાં 270 લોકોના મૃત્યુ પછી ફરી ઘટના
આ ઘટના એટલા માટે ગંભીર ગણાઈ રહી છે કારણ કે માત્ર 38 કલાક પહેલા, 12 જૂને એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, જેમાં 270 યાત્રીઓના મોત થયા હતા. તે અકસ્માતમાં બોઇંગ 787-8 ડ્રિમલાઇનર વિમાનનો સામેલ હતો.
DGCAની સખત કાર્યવાહી: સુરક્ષા વડાને સમન્સ, પાયલટ્સને હટાવ્યા
વિમાને થયેલી ઘટનાઓની વિગતો બાદ, DGCAએ તાત્કાલિક કાર્યવાહી કરતા એર ઇન્ડિયાના સુરક્ષા વડાને સમન્સ પાઠવ્યા છે. બંને પાયલટ્સને ડ્યૂટી પરથી હટાવાઈ ગયા છે અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર તથા મેન્ટેનન્સ રેકોર્ડ્સની તપાસ શરૂ કરવામાં આવી છે.
23 જૂનથી ગુરુગ્રામમાં ઓડિટ શરૂ
DGCAએ 23 જૂનથી એર ઇન્ડિયાના ગુરુગ્રામ સ્થિત મુખ્યાલયમાં ઓડિટ શરૂ કરી છે. તેમાં ફ્લાઇટ ઓપરેશન્સ, શેડ્યૂલિંગ, કંટ્રોલ સેન્ટર તેમજ યાંત્રિક જાળવણી પ્રક્રિયાની સઘન તપાસ ચાલી રહી છે.
વિશ્વસનીયતા પર સંકટ: મુસાફરોની સલામતી હમીર વિચારણા હેઠળ
આ સતત ઘટનાઓએ એર ઇન્ડિયાની વિશ્વસનીયતા અને સલામતી વ્યવસ્થાઓ સામે મોટું પડકાર ઉભું કર્યું છે. પ્રવાસીઓમાં ભયનો માહોલ છે અને નાગરિક ઉડ્ડયન વિભાગ પર આવા મુદ્દાઓમાં કડક પગલાં લેવા દબાણ વધી રહ્યું છે.