Air India Travel Advisory: ભારત-પાક તણાવ વચ્ચે મોટો સુરક્ષા નિર્ણય, 15 મે સુધી 24 એરપોર્ટ બંધ
Air India Travel Advisory: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિને પગલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (MoCA) દેશભરના કેટલાક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ એરપોર્ટ પર ફ્લાઇટ સંચાલન ઉપર તાત્કાલિક રોક લગાવી છે. હવે 15 મે, 2025ના સવારે 5:29 વાગ્યા સુધી કુલ 24 એરપોર્ટ પર સ્થાનિક ઉડાનો બંધ રહેશે. આ નિર્ણય દેશની આંતરિક સુરક્ષા અને યાત્રિકોની સલામતીના હેતુથી લેવામાં આવ્યો છે.
બંધ રહેલા એરપોર્ટની યાદી
પંજાબ: અમૃતસર, લુધિયાણા, પટિયાલા, ભટિંડા, હલવારા, પઠાણકોટ
હિમાચલ પ્રદેશ: ભુંતાર, શિમલા, કાંગડા-ગગ્ગલ
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ: શ્રીનગર, જમ્મુ, લેહ
કેન્દ્રશાસિત પ્રદેશ: ચંદીગઢ
રાજસ્થાન: કિશનગઢ, જેસલમેર, જોધપુર, બિકાનેર
ગુજરાત: મુદ્રા, જામનગર, હિરાસર, પોરબંદર, કેશોદ, કંડલા, ભુજ
એરલાઇન્સની પ્રતિક્રિયાઓ
એર ઇન્ડિયા અને ઇન્ડિગો સહિતની મોટી એરલાઇન્સે અસરગ્રસ્ત એરપોર્ટ માટેની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. ઇન્ડિગોએ યાત્રિકોને ફ્લાઇટ સ્ટેટસ ચકાસવા, રિબુકિંગ અને રિફંડ મેળવવા માટે ઑનલાઇન ટૂલ્સ ઉપલબ્ધ કરાવ્યા છે.
આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેની આતંકવાદી છાવણીઓ પર સફળ અને નિશાન પર હુમલા કર્યા છે, જેના પરિણામે સંબંધો વધુ તંગ બન્યા છે. પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઇલ હુમલાઓ થઈ ચૂક્યા છે, ખાસ કરીને જમ્મુ, પંજાબ અને રાજસ્થાનના વિસ્તારોમાં.
સુરક્ષા માટે કડક પગલાં
મુલાકાતીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ: હવે કોઈ પણ યાત્રિક અથવા મુલાકાતી એરપોર્ટમાં પ્રવેશી શકશે નહીં.
સેકન્ડરી લેડર પોઈન્ટ ચેક (SLPC): દરેક યાત્રિક માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
એર માર્શલ્સની તૈનાતી: આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એર માર્શલ્સ હવાઈ મુસાફરી દરમિયાન હાજર રહેશે.
મુસાફરો માટે સૂચનાઓ: એરલાઇન્સે યાત્રિકોને ઉપડતા પહેલા ઓછામાં ઓછા 3 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવા અનુરોધ કર્યો છે. ચેક-ઇન સમયસીમા પણ સખત કરવામાં આવી છે — ઉડાનથી 75 મિનિટ પહેલા ચેક-ઇન બંધ થશે.
પૂર્વ સૂચના તરીકે વધારાનો નિર્ણય
ગુરવારે 27 જેટલા એરપોર્ટ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી, પણ તણાવ વધતા હવે તે સંખ્યા ઘટાડી 24 પર નિયંત્રણ લાગુ કરવામાં આવ્યું છે. આવો નિર્ણય ચેતવણી રૂપે લેવામાં આવ્યો છે જેથી આગળ જઈને સર્જાઈ શકે તેવા સંભવિત જોખમો રોકી શકાય.