વિશ્વ આરોગ્ય સંગઠન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન – WHO એ જણાવ્યું છે કે, વિશ્વના સૌથી વધુ હવાથી પ્રદૂષિત ૨૦ શહેરોમાંથી ૧૪ શહેરો ભારતના છે. ધ ન્યુ ઇન્ડિયન એકસપ્રેસના અહેવાલ મુજબ આ ૧૪ શહેરોમાં દિલ્હી અને વારાણસી પણ છે. આ ઉપરાંત કાનપુર, ફરિદાબાદ, ગયા, પટના, આગ્રા, મુઝફફરપુર, શ્રીનગર, ગુ઼ડગાંવ, જયપુર, પટિયાલા અને જોધપુરનો સમાવેશ થાય છે. આ અહેવાલ એ વર્ષ ૨૦૧૬ની વિગતો પરથી તૈયાર કર્યો છે. જેમાં કહેવાયું છે કે, વિશ્વના ૨૦ સૌથી પ્રદૂષિત શહેરોને પ્રદૂષક PM 2.5ના સ્તરને આધારે નક્કી કરવામાં આવ્યાં છે. WHOએ આ અહેવાલમાં કહ્યું છે કે, વિશ્વમાં દસમાંથી નવ વ્યકિતઓ પ્રદૂષકોનું ઊંચું પ્રમાણ ધરાવતી હવામાં શ્વાસ લે છે. જયારે પ્રદૂષક PM 10ના સ્તરને આધારે નક્કી કરવામાં આવેલા સૌથી પ્રદૂષિત ૨૦ શહેરોમાં ભારતના ૧૩ શહેરોનો સમાવેશ થાય છે.PM 2.5 પ્રદૂષકમાં સલ્ફેટ, નાઇટ્રેટ અને બ્લેક કાર્બન જેવા સુક્ષ્મ કણો હોય છે, જે માનવીના આરોગ્ય સામે સૌથી મોટું જોખમ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.