લોકડાઉનના કારણે હવાઈ યાત્રા પર રહેલા પ્રતિબંધોને કારણે સરકારના એવિએશન વિભાગને ઘણુ નુકસાન થયુ છે. જો કે, અનલોક બાદ ડોમેસ્ટિક ફ્લાઈટને ફરી શરૂ કરવામાં આવી છે. જો કે, કોરોનાના કારણે ઘણુ બધુ બદલાઈ ગયુ છે. ત્યારે હવે યાત્રા કરવા માટે અનેક પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવુ પડે છે. જો કે, હવે મુસાફરોના ખીસ્સા પર પણ વધારે ભાર પડવાનો છે. સરકારે મુસાફરો પાસેથી વસૂલતા સિક્ટોરિટી ફી વધારવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે 1 સપ્ટેમ્બરથી યાત્રિઓને વધારે પૈસા ચુકવવા પડશે.
સિક્યોરિટી ચાર્જ હવે 160 રૂપિયા આપવો પડશે
સરકારે હવે આ માટે પ્રતિ યાત્રિ સિક્યોરિટી ફી 10 રૂપિયા વધારવાનો નિર્ણય કર્યો છે. કહેવાય છે કે, એરપોર્ટ પર સુરક્ષા વધરતા આ નિર્ણય લેવાયો છે. આપને જણાવી દઈએ કે, સીઆઈએસએફ દેશમાં 61 એરપોર્ટ પર સુરક્ષા સંચાલન કરે છે. કોરોનાકાળમાં સુરક્ષા માટે પીપીઈ કીટ, માસ્ક, ગ્લવઝ જેવા સાધનોની જરૂર પડે છે. ત્યારે હવે પ્રતિ યાત્રિ એવિએશન સિક્યોરિટી ફી હવે 160 રૂપિયા થઈ ગઈ છે.
આ અગાઉ સરકારે એવિએશન સિક્યોરિટી ફી 2019માં 20 રૂપિયા વધાર્યા હતા. જેના કારણે ફી 150 રૂપિયા થઈ હતી. તે અગાઉ 130 રૂપિયા હતી. જો કે, હવે આ માટે 160 રૂપિયા ચાર્જ થશે.