airtel એ એપ્રિલમાં Disney+ Hotstar VIP પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત 401 રૂપિયા રાખવામાં આવી હતી. એરટેલે આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટીની સાથે 3 GB ડેટા મળતો હતો. હવે કંપનીએ પોતાની ઓફરમાં ફેરફાર કર્યો છે. હવે આ પ્લાનમાં યૂઝર્સને 3GB ની જગ્યાએ 30GB ડેટા મળશે. એટલે કે કંપની હવે આ પ્લાનમાં 10 ગણો વધારે ડેટા ઓફર કરી રહી છે. હોટસ્ટાર પર VIP મેમ્બરશિપની કિંમત 399 રૂપિયા છે.
Airtel નો 448 રૂપિયાનો પ્લાન
Airtel ના આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને STD કોલિંગ મળે છે. પ્લાનમાં દરરોજ 100 SMS મળે છે. તે સિવાય 28 દિવસ સુધી 3GB ડેટા દરરોજ મળે છે. Airtel ના 433 રૂપિયાના પ્લાનમાં પણ આ બેનિફિટ્સ ઓફર કરવામાં આવે છે.
Airtel નો 599 રૂપિયાનો પ્લાન
Airtel 599 રૂપિયાનો પ્લાન પણ ઓફર કરે છે. આ પ્લાનમાં કોલિંગ અને SMS બેનિફિટ્સ પહેલાના પ્લાન્સની જેમ જ છે. જોકે, આ પ્લાનમાં 3ની જગ્યાએ 2GB ડેટા દરરોજ મળે છે અને વેલિડિટી 56 દિવસની મળે છે.
Airtel નો 2698 રૂપિયાનો પ્લાન
આ Airtel ની લાંબી વેલિડિટીવાળો પ્લાન છે. જેમાં પૂરા 365 દિવસની વેલિડિટી મળે છે. તે સિવાય આ પ્લાનમાં રેગ્યુલર કોલિંગ બેનિફિટ્સની સાથે 100 SMS દરરોજ મળે છે. આ પ્લાનમાં 365 દિવસ સુધી દરરોજ 2GB ડેટા મળે છે.