કેન્દ્રએ પોતાના સાઈબર જાગૃતતા ટ્વીટર હેન્ડલ પર એક ચેતવણી આપી છે. જેમાં યુઝર્સને અજ્ઞાત Oximeter એપ્લિકેશનને અજ્ઞાત URL પરથી ડાઉલોડન કરવા પર ચેતવણી આપે છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, આ એપ યુઝર્સ માટે શરીરમાં ઓક્સીજનના સ્તરની તપાસ કરવાનો દાવો કર્યો છે. તે નકલી હોય શકે છે અને પર્સનલ ડેટા જેવા કે, ફોટો, કોન્ટેક્ટ્સ અને અન્ય જાણકારી ફોનથી ચોરી કરી શકે છે. આ એપ થકી યુઝર્સની બાયોમેટ્રિક જાણકારી પણ ચોરાઈ શકે છે.
ઓક્સીજનના ટકાની દેખરેખમાં મદદ
ઓક્સમીટર એપ યુઝર્સના લોહીમાં હાજર ઓક્સીજનના સ્તરની તપાસ કરે છે અને તેમના દિલની ધડકન પર નજર રાખે છે. વિશેષ રૂપથી આ એપ યુઝર્સની ઉંચાઈના આધાર પર શ્વાસમાં ઓક્સીજનના ટકાની દેખરેખમાં મદદ કરે છે.
ઓક્સીમીટર એપની લોકપ્રિયતાને ઓછી કરવાનું કારણ
ઓક્સિજનનું સ્તર કંઈક એવુ છે કે, સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને દેખરેખ કરવા માટે કહ્યુ છે. ખાસ કરીને કોરોના વાયરસ મહામારીને જોતા. જ્યારે કે, ઈ-કોમર્સ વેબસાઈટ પર અને બજારમાં સમર્પિત ઓક્સમીટર ડિવાઈસ ઉપલબ્ધ છે. તો પણ આ એડવાઈઝરીએ ઓક્સીમીટર એપની લોકપ્રિયતાને ઓછી કરવાનું કારણ બન્યુ છે. સાઈબર ડસ્ટ ટ્વિટર હેન્ડલને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બનાવી રાખવામાં આવે છે અને આ સમય-સમય પર કોઈપણ સંભવિત સાઈબર ખતરાઓ પર સલાહ જાહેર કરતુ રહે છે.
સ્માર્ટફોનમાં માત્ર ઈ-વોલેટ એપ ડાઉનલોડ
આ મહીનાની શરૂઆતમાં ખાતાના યુઝર્સને ચેતવણી આપવામાં આવી હતી અને તેમને કહેવામાં આવ્યુ હતુ કે, ઓથેન્ટીક અને વેરિફિકેશન બાદ જ પોતાન સ્માર્ટફોનમાં માત્ર ઈ-વોલેટ એપ ડાઉનલોડ કરે. જેનો મતલબ એ છે કે, તેમને સીધા એપલના એપ સ્ટોર પર અને માત્ર Google Play Store પરથી જ ઈંસ્ટોલ કરવાનું છે. SMS, ઈમેલ અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી પ્રાપ્ત કોઈપણ ઈ-વોલેટ લિંક પર છેતરપિંડી કરી શકાય છે અને તેના પર વિશ્વાસ કરી શકાય નહી.
આકર્ષક જાહેરાતોની બાબતમાં ચેતવણી
સોમવારે આ યુઝર્સને સોશીયલ મીડિયા પર UPI યુપીઆઈ એપના માધ્યમથી ડિસ્કાઉન્ટ કૂપન, કેશબેક અને ફેસ્ટીવલ કૂપનની કોઈ પણ આકર્ષક જાહેરાતોની બાબતમાં ચેતવણી આપી છે. તેનાથી તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે અને આ પ્રકારની ઓફર દેવાવાળા વ્યક્તિ યુઝર્સની તમામ હલચલને અને પૈસા ટ્રાન્સફર કરવા પર નજર રાખે છે. બાદમા ઉપયોગકર્તા વિના જ તેના બેંક ખાતામાંથી રૂપિયા ઉપડી જશે. ત્યારબાદ તેમના બેન્ક ખાતા દ્વારા જ તેને ખબર પડે છે કે તેની સાથે છેતરપીંડી થઈ છે.