ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી ઘાતક વાયરસથી સંક્રમિત થયા હતા. ઉલ્લેખનીય છે કે તેમના સ્વાસ્થ્ય અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એક અહેવાલ પ્રમાણે સોંલકીની તબિયતમાં હાલ સુધારો થઈ રહ્યો છે. કોંગ્રેસના નેતા છેલ્લા 68 દિવસ સુધી હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ હતા, સારવાર લીધા બાદ હાલ તેમની ફિઝિયોથેરાપી ચાલી રહી છે. નોંધપાત્ર છે કે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી બાદ તેઓ ઘાતક વાયરસથી સંક્રમિત થયા હતા. અને તેમની છેલ્લા 3 મહિનાથી કોરોનાની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાજ તેમની તબિયત લથડતા અમદાવાદ લાવવામાં આવ્યા હતા. વધુ તબિયત કથળતા લાઈફ સપોર્ટ સિસ્ટમ રખાયા હતા. નોંધપાત્ર છે કે તેમનું સ્વાસ્થ્ય હાલ સુધારા પર છે.
છેલ્લા 68 દિવસ સુધી હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ
ભરતસિંહ સોંલકીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થયા હતા. તેઓ ઘાતક વાયરસથીતો સંક્રમિત હતા તેની સારવાર ચાલી રહી હતી, પરંતુ ફેફસાંની બિમારી અને કીડનીમાં ઈન્ફોકશન પણ થયું હતું, આ કારણે તેમને લાંબા સમય લુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેવું પડ્યું હતું.ત્યારે બીજી તરફ ઓગસ્ટ મહિનાના ત્રીજા અઠવાડિયે સોંલકીની તબિયત અત્યંત નાજુક હોવાના દાવા સાથે એક વીડિયો સોશિયલ મીડિયામાં બહોળા પ્રમાણમાં વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં સોલંકી ઓળખાય નહીં તેવી સ્થિતીમાં દેખાઈ રહ્યા હતા. નોંધપાત્ર છે કે તેમના શરીરના ઘણા ભાગો પર નળીઓ પણ લગાવેલી હતી. અને તેમના ફિઝિયોથેરાપિસ્ટ તેમને કસરત કરવાતા હોય તે પણ વીડિયોમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું હતું.
કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રુમખ અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી
નોઁધપાત્ર છે કે આ વીડિયો વાયરલ થતા તેમનાં સમર્થકોમાં અને કોંગ્રેસમાં ચિંતાનું મોજુ ફેલાઈ ગયું હતું. અને તેમના સ્વાસ્થ્યની ચર્ચા થઈ રહી હતી. જો કે આ વાયરલ વીડિયો અંગે કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રુમખ અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી હતી કે આ વીડિયો 20 દિવસ જુનો છે, અને ભરતસિંહનુ સ્વાસ્થ્ય સારું છે. ચાવાડાએ વધુમાં જણાવ્યું કે ફિઝિયોથેરાપીની સારવાર બાદ તેમને કિડનીની પણ સમસ્યા સર્જાઈ હતી. જો કે હાલ તેમની તબિયત સુધારા પર છે.