ટ્રિપલ તલાક પર મોદી સરકારના બિલને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડેના મંજુર કરી દીધુ છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ટ્રિપલ તલાકના બિલને ક્રિમિનલ એક્ટ ગણાવીને બંધારણ વિરોધી ગણાવુ છે. તેમનું કહેવુ છે કે આ બિલ ઘણા પરિવારોને બરબાદ કરી દેશે. ટ્રિપલ તલાકના મુદ્દે કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત બિલને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મંજુર કરી દીધુ છે. બોર્ડ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે આ ખરડાને પાછો ખેંચવામાં આવે, બોર્ડ બિલને બંધારણ વિરોધી શરિયત વિરોધી અને ગુનાહિત કૃત્ય પણ ગણાયુ છે.
ટ્રિપલ તલાક પરના પ્રસ્તાવિત ખરડાને મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાં દખલગીરીની કોશિશ ગણાવીને જણાવવામાં આવ્યુ છે કે આ મહિલા વિરોધી બિલ છે અને મહિલાની આઝાદીમાં દખલગીરી છે. આનાથી ઘણાં પરિવારના બરબાદ થવાની પણ શક્યતા બોર્ડ તરફથી વ્યક્ત કરવામાં આવી છે.