હાલ ભારત 21 સદીના આધુનિક સમય માંથી પસાર થઇ રહ્યો છે.દિવસને દિવસે જાતિવાદ- ધર્મવાદને એકબાજુ રાખી નવા-નવા ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે ત્યાર હજુ પણ કેટલીક જગ્યા ભારતમાં કુપ્રથા જીવંત જોવા મળી રહી છે.હાલ આધુનિક સમયમાં પણ કેટલીક જગ્યા છુત-અછતની કુપ્રથા હજુ પણ ચાલી રહી છે. ગુજરાત કચ્છ માંથી જાતિગત ભેદભાવની ઘટના સામે આવી છે.જેમાં કચ્છના અંજારના સાપેડા ગામમાં અનુંસિચિત જનજાતિના લોકો સાથે ભેદભાવ કર્યા હોવાનો સાથે રાશન –પાણી બંધ કર્યા હોવાનો આરોપ લગાવામાં આવ્યુ છે.તેની સામે અનુસુચિત જાતિના લોકોએ કચ્છથી ભુજ સુધી 34 કિમી પદયાત્રા કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ ગુજરાત કેટલાક ગામડાઓ આજે પણ એવા છે જયા અનુસુચિત જનજાતિના યુવકેને લગ્ન પ્રસંગ દરમિયાન માથે સાફો બાંધવા નથી દેતા વરઘોડો કાઢવામાં પણ નથી કાઢવા દેતા હાલ આવી ઘટનાઓને રોકવા અનુસુચિત જાતિ પણ જાગૃત બની પોતાના હક સામે લડતી થઇ છે.
