દુનિયાભર માં લોકો બાળકો માટે તરસી રહ્યા છે પરંતુ એક ચોકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે, ડોક્ટરો નું કેહવું છે કે આવા કેસ એક લાખ બાળકોમાં એક વખત જોવા મળે છે. મધ્યપ્રદેશમાં 28 વર્ષની મહિલાએ હાથ-પગ વિનાની દીકરીને જન્મ આપ્યો છે. આ બાળકીનો જન્મ ટેટ્રા-અમેલિયા જિનેટિક ડિસોર્ડરને લીધે આ રીતે થયો છે, તેના જન્મ પછી પરિવાર અને ડોક્ટરનો સ્ટાફ પણ એક સમય માટે વિચારમાં પડી ગયા હતા. આ મહિલા વિદિશા જીલ્લામાં આવેલા સકલા ગામની રહેવાસી છે. રાજીવ ગાંધી સ્મૃતિ હોસ્પિટલના પીડિઍટ્રિશન ડો. સુરેશ અગ્રવાલે કહ્યું કે, બાળકી અને તેની માતા સ્વસ્થ છે. હાલ અમે બાળકીને અમુક સમય સુધી સારવાર હેઠળ રાખીશું અને તેના શરીરના અન્ય અંગો બરાબર કામ કરી રહ્યા છે કે કેમ તેની ચકાસણી કરીશું.