ભારત સરકાર વસ્તી નિયંત્રણ માટે ભલે અનેક પ્રયાસો કરે, પણ કુદરત જેને દેવા બેઠી હોય તેને કોણ રોકી શકે? ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાના એક ગામ ભદેનવામાં એક ગર્ભવતી મહિલાએ એક સાથે ચાર ચાર બાળકોને જન્મ આપતા ગ્રામજનો બાળકોને જોવા ઉમટી પડયા હતા. ચારે સંતાનો અને તેમના માતાની તબીયત અત્યંત સારી હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્રણ પુત્રીઓ અને એક પુત્રીને જન્મ આપનાર મહિલા ભદેનવા ગામના મુન્નુ લાલની પત્ની મૌસમ દેવી હતી. નવાઇની વાત એ હતી કે મુન્નુ દેવીના આ પહેલી જ પ્રસુતી હતી જેમાં બમ્પર ઇનામ મળ્યું હતું. ગઇ રાત્રે મુન્નુ દેવીને દુખાવો ઉપડતા પરિવારજનો તેને હોસ્પિટલ લઇ જવાની તૈયારી કરતા હતા.
પરંતુ કુદરતને એ મંજૂર ન હતું અને મૌસમ દેવીએ હોસ્પિટલ જતાં પહેલાં જ એક પછી એક એમ ચાર સંતાનોને જન્મ આપતા ઘરવાળા પણ હેરાન થઇ ગયા હતા. આ દ્રશ્ય જોઇ ઘરવાળા આશ્રર્યચકીત પરંતુ ખુશ થઇ ગયા હતા. મહિલાના પતિ મુન્નુ લાલે કહ્યું હતું કે તેમની પત્ની પહેલી વખત જ મા બનવા જઇ રહી હતી એ ટલા માટે તેઓ અત્યંત ખુશ હતા, પરંતુ તેમણે વિચાર્યું નહતું કે એક સાથે ચાર ચાર બાળકો અવતરશે.
તેમણે કહ્યું હતું કે મારા સારા નસીબે ઉપર વાળાએ મને ચાર સંતાન આપી દીધા. તમામ બાળકો ભગવાનના આશિર્વાદ છે. આખા ગામમાં ચાર બાળકોના જન્મના સમાચાર ફેલાતા લોકો બાળકોને જોવા આવતા હતા.પરિવારના સભ્યો પણ લોકોની ભીડ જોઇ અત્યંત ખુશ થઇ ગયા હતા. આમ એક ઝાટકે જ મુન્નુલાલ ચાર ચાર સંતાનોના પિતા બનતા તેઓ ખુબ જ પ્રસન્ન પરંતુ ચિંતિત પણ જણાતા હતા.