એક રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણીના ઘરની સામે સ્પોટ કરવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, જલ્દી આ કાર મુકેશ અંબાણીના કાર કાફલામાં સામેલ થશે. જો કે, હજુ સુધી કારની કિંમત વિશે કોઈ અધિકારીક જાણકારી નથી મળી રહી, પરંતુ જાણકારોનું માનવું છે કે, તેની કિંમત 10 કરોડ રૂપિયાની આસપાસ હશે. આવી કારાની કિંમતો કસ્ટમાઈઝેશન વર્ક અને કસ્ટમરના ડિમાંડ ઉપર નિર્ભર કરે છે. જેવી રીતે સુરક્ષા પ્રણાલીઓ વધારવામાં આવે છે. તેવી રીતે કારોની કિંમતોમાં વધારો થાચય ચે. મુકેશ અંબાણીની આ નવી મર્સીડીઝ એસ-600 ગાર્ડ જોવામાં રેગ્યુલર મોડલ જેવી જ લાગે છે. સિલ્વર કલરની આ કાર ઘણી લકઝરી લાગે છે. આ કાર મર્સીડીઝ મેબેચ એસ-600 સેડાન કાર ઉપર બેઝ્ડ છે. અને તેમાં વીઆર 10 લેવલની સુરક્ષા પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સંપૂર્ણ સુરક્ષીત છે આ કાર
જણાવવામાં આવી રહ્યું છે કે, આ કાર ઓટોમેટિક હથિયારોની ગદોલીબારી સાથે આશે 2 મીટરની દુરથી કરવામાં આવેલા 15 કિલોગ્રામ સુધીના ટીએનટી બ્લાસ્ટને સરળતાથી સહી શકે છે. તેમાં ઘણા બહેતરીન ફિચર્સ પણ સામેલ કરવામાં આવ્યાં છે. જેમાં પોલીકાર્બોનેટ કોટેડ વિંડો દેવામાં આવી છે. તે સિવાય કારની બોડીને ખાસ પ્રકારના મજબુત સ્ટીલથી તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં સુધી એન્જીનની વાત કરીએ તો આ કારમાં કંપનીએ 6.0 લીટરની ક્ષમતાનું વી-12 બાઈ ટર્બોચાર્જ પેટ્રોલ એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે 523 બીએચપીની દમદાર પાવર અને 850 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 7 સ્પીડ ઓટોમેટીક ટ્રાસમિશન ગીયરબોક્સ સામેલ છે. તે સિવાય કારના સસ્પેંશનને કારમાં વજન પ્રમાણે રિટ્યુન કરી શકાય છે.