AMC હેલ્થ ખાતા દ્વારા બુધવારે મચ્છરોના બ્રીડિંગ મુદ્દે શહેરમાં ૨૧૧ એકમોમાં ચકાસણી કરી ૭૯ એકમોને નોટિસ ફટકારી ૫.૪૭ લાખનો દંડ વસૂલ્યો હતો. મ્યુનિ.એ સરદારનગરમાં આ.કે. આઇસક્યૂબ સેન્ટરને સીલ કર્યું હતું. ૫૫ એકમોને દંડ કર્યો હતો. રામોલની નિરમા ઇન્ડસ્ટ્રીઝ, દરિયાપુરની સેંટ ઝેવિયર્સ સ્કૂલને ૨૫-૨૫ હજાર દંડ કર્યો હતો. રાણીપની અનંત સ્કાય સાઇટ, થલતેજના સિગ્નેચર કોમ્પ્લેક્ષ, ગોતાની દિવ્યા એક્ઝોસ્ટિકા સાઇટ, બોડકદેવની સી ટાઇપ સાઇટ, ચાંદલોડિયાની સ્ટેટ્સ એલિજિયમ સાઇટ, જમાલપુરની આઇપી મિશન સ્કૂલ, દરિયાપુરની કેથલિક ચર્ચ, નવરંગપુરાની થર્ડ આઇ બાંધકામ સાઇટને ૨૦-૨૦ હજાર દંડ કરાયો હતો.
હેલ્થ ખાતાએ બુધવારે અમરાઇવાડીની સ્વસ્તિક ટેક્ષ્ટાઇલ, વસ્ત્રાલની સિલ્વર પોઇન્ટ, થલતેજની સેલેશિયન લિવિંગ સાઇટ, લાંભાની ડિવાઇન લાઇફ સ્કૂલ, નિકોલની સાર્થક રેસિડેન્સી, ચાંદલોડિયાના સિટી સ્કેવર મોલ, થલતેજના સિલ્વર સ્કેવર, મારુતિ કોમ્પ્લેક્ષ, જોધપુરના ન્યૂ સાર્થી કોમ્પ્લેક્ષ, સરસપુર-રખિયાલની સુમેલ-૧૦ સાઇટ અને નરોડાની શીવ મોટર્સને ૧૦-૧૦ હજાર દંડ કર્યો હતો. સરખેજમાં સેલ્સ ઇન્ડિયાનું ગોડાઉન, સાબરમતીની કેન્દ્રીય વિદ્યાલય, ઓઢવની ન્યૂ અસારવા કેમિકલ પ્રા.લિ., નિકોલની નારાયણ સ્કૂલ, અમરાઇવાડીની આસિમા ગ્રૃપ ઓફ કંપની, નવરંગપુરા પેન્ટાલૂમ શો-રૂમ સહિતના એકમોને રૂ.૫૦૦થી ૭,૦૦૦નો દંડ કરાયો હતો.