અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી બઘી સમસ્યા છે અને પુલાવામા આતંકી હુમલા બાદ ભારત કોઈ નક્કર નિર્ણય લેવા અંગે વિચાર કરી રહ્યો છે.
જમ્મૂ-કાશ્મીરના પુલાવામામાં 14મી ફેબ્રુઆરીએ આતંકી હુમલામાં સીઆરપીએફના 50 જવાન શહીદ થયા હતા. પાકિસ્તાન સ્થિત આતંક સંગઠન જૈશે મહોમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
ભારતે હુમલા બાદ કૂટનીતિક હુમલા કર્યા છે અને પાકિસ્તાનને આતંકવાદને પ્રોત્સાહિત કરવાનો પર્દાફાશ કર્યો છે. આ ઉપરાંત અમેરિકાના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાન પર દબાણ નાંખ્યું છે કે તે પોતાની ઘરતી પરથી આતંકી જૂથોને પનાહ આપવાનું બંધ કરે અને દોષીઓ વિરુદ્વ કાર્યવાહી કરે.
ટ્રમ્પે ઓવલ ઓફીસ ખાતે પત્રકારોને જણાવ્યું કે આ સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યંત ખરાબ સ્થિતિ છે, જે ખતરનાક બાબત છે. અમે ઈચ્છી છીએ કે બન્ને દેશો વચ્ચેની શત્રુતા સમાપ્ત થાય. અસંખ્ય લોકો માર્યા ગયા છે. અમેરિકા આ હત્યાના સિલસિલાને બંધ થતો જોવા માંગે છે. ભારત હુમલાનો નક્કર જવાબ આપશે એવાં ટ્રમ્પે સંકેત આપ્યા છે.
ટ્રમ્પે કહ્યું કે ભારત કોઈ નક્કર નિર્ણય પર વિચાર કરી રહ્યો છે. ભારતે પોતાના 50 લોકો ખોયા છે. અમેરિકી પ્રશાસન બન્નેં દેશો સાથે વાત કરી રહ્યું છે.
ટ્રમ્પે કહ્યું કે અમિરાકાએ પાકિસ્તાનને મળતી 1.3 અમેરિકી ડોલરની સહાય આપવાનું બંધ કર્યું છે. પાકિસ્તાન સાથે વાત કરી શકાય છે. પાકિસ્તાને અન્ય અમેરિકી રાષ્ટ્રપતિઓના બહુ ફાયદો ઉઠાવ્યો છે. હવે મેં એ સહાય બંધ કરી દીધી છે. પાકિસ્તાન કોઈ પણ રીતે અમારી મદદ કરી રહ્યો ન હતો.
ભારતે પુલવામા હુમાલા બાદ પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો હતો અને પાકિસ્તાનથી આવતી વસ્તુઓ પર 200 ટકા ટેક્સ લગાવી દીધો હતો.