પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ હિમાચલ પ્રદેશ કોંગ્રેસ સંચાલન સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંબંધમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને જાણકારી આપી છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ વિકાર રસૂલને જમ્મુ-કાશ્મીરમાં પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ પછી ગુલામ નબી આઝાદે પ્રચાર સમિતિમાંથી રાજીનામું આપી દીધું હતું. હવે આનંદ શર્માએ હિમાચલ પ્રદેશના કોંગ્રેસ સંચાલન સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે.
એક સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું કે તેઓ તેમના સ્વાભિમાનના મુદ્દા પર સમાધાન કરી શકે નહીં.