ભારતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી વધવાની સાથે ભારત-પાકિસ્તાનની બોર્ડર પર પણ હાઈઅલર્ટ જાહેર કરી દીધું છે, જેથી સીમા પર ઘૂષણખોરો આપણા દેશમાં ઘૂસી ન શકે. બીએસએફ જવાનોએ આ વર્ષે અનોખા દેશી અલાર્મ લગાવ્યા છે, જેને લઈને સીમામાં કોઈ ઘુસવાના પ્રયત્નો કરશે તો તરત જ તેમને સિગ્નલ મળી જશે. બીએસએફ એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સે રાજસ્થાનથી જમ્મુ સુધી તાર પર અમુક ખાલી બોટલ લગાવી છે. જો કોઈ તારને અડકે છે તો તે અવાજ કરવા લાગે છે અને જવાનને સિગ્નલ મળી જાય છે. આ કાચની બોટલથી ફાયદો એ થયો છે કે, ઠંડીમાં પાકિસ્તાન તરફથી કોઈ પણ ઘૂષણખોરે બોર્ડરની અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો નથી. શ્રીગંગાનગરની બોર્ડર હંમેશાં પાકિસ્તાનના નિશાના પર રહી છે. અહીં બોર્ડરની નજીક ખેડૂતો ખેતી કરે છે, જેમને પાકિસ્તાન લાલચ આપીને ઘણી વખત જાણકારી મેળવવા માટે પ્રયત્ન કરે છે.
પાકિસ્તાનથી કયાં રાજ્યની કેટલી સીમા?
3323 કિમી-ભારત-પાકિસ્તાન બોર્ડરની કુલ લંબાઈ
1225 કિમી- જમ્મુ-કાશ્મીર-પાકિસ્તાન બોર્ડર (એલઓસી સામેલ)
1037 કિમી-રાજસ્થાન-પાકિસ્તાન બોર્ડર
553 કિમી-પંજાબ-પાકિસ્તાન બોર્ડર
508 કિમી- ગુજરાત-પાકિસ્તાન બોર્ડર