છેલ્લા કેટલાક સમયથી કરાતી ઉગ્ર રજુઆતોનું કોઇ પરિણામ ન આવતા આખરે પગારવધારા સહિત અનેક પ્રશ્નો મુદ્દે હવે આશાવર્કરો સરકાર સામે આંદોલન કરવા તૈયાર થઇ ગયા છે. તા. 17મી એ આ મામલે દેશવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યુ છે. આ હડતાલમાંં ગુજરાતની 70 હજારથી વધુુ આંગણવાડી બહેનો અને આશાવર્કરો જોડાશે. 17મીએ દેશવ્યાપી હડતાલને સફળ બનાવવા ગુજરાતમાં બેઠકોનો દોર શરૂ થયો છે.
હડતાલને પગલે ગુજરાતની આશરે 50 હજાર આંગણવાડીઓ બંધ રહેશે. આશાવર્કરો પણ હેલ્થ સેન્ટર પર જશે નહીં. વર્ષ 2011 થી ભાજપ સરકારે આંગણવાડી બહેનોનો પગારવધારો આપ્યો નથી. લોકસભાની ચૂંટણી વખતે ભાજપે ઢંઢેરામાં પગાર વધારો કરવા વચન આપ્યુ હતું તેમ છતાંયે આજદીન સુધી વધારો કર્યો નથી.