દેશમાં બેરોજગારી એ હદે વધી ગઈ છે કે હવે પટાવાળાની જોબ માટે પીએચડી ધારકો પણ અપ્લાય કરી રહ્યા છે. કોઈપણ વિભાગમાં ભરતીય નીકળે તો લાખો લોકો અપ્લાય કરે છે. હાલમાં જ ઉત્તર પ્રદેશ પોલીસે પટાવાળાના 62 પદ માટે અરજી મંગાવી હતી. આ પદ માટે લઘુત્તમ શિક્ષણની યોગ્યતા 5 ધોરણ પાસ રાખવામાં આવ્યું હતું પરંતુ અરજી તપાસતી વખતે સૌકોઈ દંગ રહી ગયા હતા. આ પદ માટે ગ્રેજ્યૂએટ યુવકોએ જ નહીં પણ એમબીએ અને પીએચડી ધારકોએ પણ અરજી કરી હતી.
પટાવાળાની નોકરી PhD ધારકોએ અપ્લાય કર્યું
62 પદ માટે 93000 અરજી આવી
એક અહેવાલ મુજબ કુલ 62 પદ માટે ભરતી કરવાની હતી, તેની જગ્યાએ કુલ 93000 અરજી આવી હતી. જેમાંથી 50 હજાર ગ્રેજ્યુએટ, 28 હજાર પોસ્ટ ગ્રેજ્યુએટ અને 3700 પીએચડી ધારકોએ અપ્લાય કર્યું હતું. માત્ર 7400 અરજદાર એવા હતા જેઓ 5 ધોરણ પાસ હોય. ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અરજદારોમાં બીટેક અને એમબીએની ડિગ્રી ધરાવતા લોકો પણ સામેલ છે. પોલીસ વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ છેલ્લા 12 વર્ષથી 62 પદ પર જગ્યા ખાલી હતી.