આરોગ્ય સેતુ એપ માં એક નવું ફિચર્સ ઉમેરવામાં આવ્યું છે. જેના થકી સંગઠનોને પોતાના કર્મચારીઓ તથા અન્ય યુઝર્સના સ્વાસ્થ્યની જાણકારી તેમની પ્રાઈવસીના ઉલ્લંઘન વિના મળી શકશે. આરોગ્ય સેતુ એપ વિશ્વમાં આ પ્રકારની અત્યાર સુધીની સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલી એપ છે. હવે તેના યુઝર્સની સંખ્યા 15 કરોડના પાર પહોંચી ચૂકી છે. આ નવા ફિચર્સ ‘ઓપન API સર્વિસ’ થી લોકો, કંપનીઓ અને અર્થવ્યવસ્થાને સામાન્ય સ્થિતિમાં પરત ફરવામાં મદદ મળશે.
આ નવું ફિચર્સ એડ કરવાનો હેતું COVID-19નો ભય અને જોખમ ઓછું કરવાનું છે. આ સેવાનો લાભ દેશના રજીસ્ટર્ડ એવા સંગઠનો અને કંપનીઓ લઈ શકશે, જેના કર્મચારીઓની સંખ્યા 50થી વધુ છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કંપનીઓ પોતાના કર્મચારીઓ કે કોઈ અન્ય આરોગ્ય સેતુ એપના યુઝર્સના સ્વાસ્થ્યની જાણકારી લઈ શકશે. આ માટે સબંધિત વ્યક્તિ તરફથી તેના સ્વાસ્થ્યની જાણકારી યુનિટ સાથે શેર કરવાની સહમતિ લેવાની રહેશે.”