નાણા મંત્રી અરુણ જેટલીએ આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ સીઈઓ ચંદા કોચરની સંડોવણી સાથે સંબંધિત વીડિયોકોન લોન કેસમાં એફઆઈઆર દાખલ થયા બાદ સીબીઆઈની આકરી ટીકા કરી છે. અરુણ જેટલીએ કહ્યું કે સીબીઆઈ પ્રોફેનલ રીતે તપાસ કરવાના બદલે પોતાના લક્ષ્યથી ભટકી ગઈ છે અને ઈન્વેસ્ટીગેટીવ એડવેન્ચર કરી રહી છે.
ગુરુવારે સીબીઆઈએ આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ સીઈઓ ચંદા કોચર, તેના પતિ દિપક કોચર, વીડિયોકોનના એમડી વેણુગોપાલ ધૂત વિરુદ્વ લોન અંગે છેતરપિંડાનો કેસ દાખલ કર્યો હતો. કેસ દાખલ થયાના એક દિવસ બાદ જેટલીએ તપાસ એજન્સીની કાર્યપદ્વતિની જાહેરમાં ટીકા કરી હતી.
અમેરિકામાં બિમારીનો ઈલાજ કરાવી રહેલા જેટલીએ શુક્રવાર સાંજે એક પછી એક અનેક ટવિટ કરી આ મામલા પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે પ્રોફેશનલી તપાસ અને તપાસમાં સાહસ કરવા વચ્ચે મોટો તફાવત હોય છે. આઈસીઆઈસીઆઈ મામલાને જોતાં લાગે છે કે સીબીઆઈ લક્ષ્ય પર ધ્યાન આપવાના બદલે અન્ય રસ્તે નીકળી ગઈ છે. જો બેન્કીંગ સેક્ટરને કોઈ પણ પ્રકારના પુરાવા વિના તપાસમાં સંડોવી લેવાશે તો એનાથી કશું પ્રાપ્ત થશે નહી પરંતુ નુકશાન જ થશે.
જેટલીએ કહ્યું કે ભારતમાં દોષીઓને સજા મળવાની શક્યતા ઘણી ઓછી બની ગઈ છે. આની પાછળનું એક જ કારણ છે કે પ્રોફેસનલી અભિગમ તથા પ્રશંસા હાસલ કરવાની આદત છે. 2012માં આઈસીઆઈસીઆઈ બેન્કે વીડિયોકોન ગ્રુપને 3,250 કરોડ રૂપિયાની લોન અંગે કેસ દાખલ કર્યા બાદ જેટલી છંછેડાઈ જતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે શા માટે જેટલીએ આ કેસમાં સીબીઆઈની કામગીર અંગે આટલો બધો ગુસ્સો વ્યક્ત કર્યો.જવાબ ખુદ જેટલી જ આપી શકે તેમ છે.