Arvind Kejriwal : અરવિંદ કેજરીવાલે RSS ચીફ મોહન ભાગવતને પત્ર લખીને પૂછ્યા આ સવાલો
Arvind Kejriwal: દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મોહન ભાગવતને પત્ર લખીને પૂછ્યું છે કે શું કોઈ પણ રીતે ED-CBIનો ઉપયોગ કરીને અપ્રમાણિક રીતે સત્તા મેળવવી RSSને સ્વીકાર્ય છે?
Arvind Kejriwal : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આરએસએસના વડા મોહન ભાગવતને પત્ર લખીને 5 પ્રશ્નો પૂછ્યા છે. તેમણે કહ્યું કે જે કાયદા હેઠળ લાલકૃષ્ણ અડવાણી 75 વર્ષની વયે નિવૃત્ત થયા હતા તે શું મોદીજી પર લાગુ નહીં થાય?
તેમણે કહ્યું, “નરેન્દ્ર મોદીએ જૂન 2023માં એક નેતા પર 70 હજાર રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો અને થોડા દિવસો પછી તે નેતા સાથે સરકાર બનાવી. આ બધું જોયા પછી તમને દુઃખ નથી થતું?
અરવિંદ કેજરીવાલે પત્રમાં લખ્યું છે કે, શું RSS કોઈ પણ રીતે ED-CBIનો ઉપયોગ કરીને બેઈમાનીથી સત્તા મેળવવાને સ્વીકારે છે? આજે દરેક ભારતીયના મનમાં આ સવાલો ઉઠવા જોઈએ.” તેમણે કહ્યું કે ત્રિરંગો ગર્વથી આકાશમાં ઉડે તે સુનિશ્ચિત કરવાની આપણા સૌની જવાબદારી છે.