Asaduddin Owaisi: હજ યાત્રાળુઓને સંબોધન દરમિયાન ઓવૈસીની કડક ટિપ્પણી: “અલ્લાહ તેમની પૂંછડી સીધી કરે”
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની પૃષ્ઠભૂમિ પર AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પડોશી દેશ પાકિસ્તાન પર ફરીવાર તીવ્ર પ્રહારો કર્યા છે. હૈદરાબાદના હજ હાઉસ ખાતે હજ યાત્રાળુઓને સંબોધિત કરતાં ઓવૈસીએ કહ્યું કે, “આપણો પડોશી દેશ સુધરવાનો નથી. અલ્લાહ તેની પૂંછડી સીધી કરે.” તેમણે પાકિસ્તાનની તુલના પરોક્ષ રીતે “કૂતરા” સાથે કરતાં તેના બિન સુધરતાં સ્વભાવ પર પ્રહારો કર્યા.
પહેલગામ હુમલાની નારાજગી પાછળથી વિસ્તૃત ટકોર
ઓવૈસીની આ ટકોર પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા પછી વધી છે. 22 એપ્રિલે થયેલા આ હુમલામાં 26 હિન્દુ યાત્રાળુઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ યાત્રાળુઓના ધર્મની ઓળખ કરીને એમને નિશાન બનાવ્યા હતા. ઓવૈસીએ આ હિંચકાવાવા પ્રયાસોને પાકિસ્તાનના ઘાતકી ઇરાદાની સાબિતી ગણાવી.
ઝીણાની વિચારધારાને ભારતના મુસ્લિમોએ નકારી હતી – ઓવૈસી
ઓવૈસીએ જણાવ્યુ કે, “ભારતમાં 23 કરોડથી વધુ મુસ્લિમો રહે છે, જેમના પૂર્વજોએ ઝીણાની વિચારધારાને નકારી હતી. પાકિસ્તાનની ઈચ્છા છે કે હિન્દુ-મુસ્લિમ વચ્ચે તિરાડ ઊભી થાય, પરંતુ અમે એવું થવા નથી દેતા.” તેમણે ભારત દ્વારા બહાવલપુરમાં કરવામાં આવેલા આતંકવાદ વિરોધી હુમલાનું સમર્થન કરતા કહ્યું કે દુનિયાએ હવે પાકિસ્તાનના બેવડાં ધોરણોને ઓળખી લીધાં છે.
પાકિસ્તાની વડા પ્રધાનની કબુલાતે ઉકેલ્યો ચિંતાનો વિષય
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ અને અન્ય જગ્યાઓ પર હુમલા કર્યા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ જનરલ અસીમ મુનીર તરફથી આ અંગે અડધી રાતે મળેલી માહિતીની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ભારતે હુમલાની સાથે યુદ્ધવિરામની પણ ઓફર આપી હતી.