કોરોના સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી આજથી કોરોના ટેસ્ટિંગ માટેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા આસોપાલવ (Asopalav)શો રૂમના કર્મચારીઓના કોરોના ટેસ્ટીંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં કુલ 9 પોઝીટીવ કેસો મળી આવ્યા હતા. આ (Asopalav) તમામ કોરોનો પોઝીટીવ કર્મચારીઓને મેડિકલ ટીમ દ્રારા તાત્કાલિક સારવાર આપી હતી. તેમ જ જરૂરી તબીબી સારવાર અર્થે કોવીડ કેર સેન્ટર તેમ જ કોવીડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી રેપિડ ટેસ્ટથી માંડીને હોટલો, શો રૂમ, મલ્ટીપ્લેક્ષ, મોલ તેમ જ રેસ્ટોરન્ટ વગેરે સ્થળોએ સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરીને માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સીંગ તેમ જ જાહેરમાં થુંકવા બદલના કેસો કરીને દંડ વસૂલવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સીલ પણ મારવામાં આવ્યા હતા. આ કામગીરી ચાલુ છે ત્યાં વળી કોર્પોરેશને આજથી મેડિકલની અસંખ્ય ટીમો બનાવીને શહેરના સાત ઝોનમાં એક સઘન ઝુંબેશ હેઠળ ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.